થપ્પો.. કાલે મેં પત્નીને કહ્યું,
ચાલને, થપ્પો રમીએ.
પત્નીએ કહ્યું, હાય હાય તમેય શું બાળક જેવી વાત કરો છો ??
આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે !
મે કહ્યું : મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે.
આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી, ચાલને થપ્પો રમી લઈએ.
પત્નીએ પહેલો દાવ લીધો. એક થી વીસ ગણ્યા.
હું સોફા પાછળ છુપાઈ ગયો.
પત્નીએ બધા રૂમ જોયા.
પછી સોફા પાછળથી મને શોધી કાઢ્યો.
એ પછી દાવ લેવાનો વારો આવ્યો મારો.
મેં ધીમે ધીમે વીસ સુધી ગણતરી કરી.
એ પછી પત્નીને શોધવા આખું ઘર ફંફોસી નાખ્યું.
બધા રૂમ બે બે વાર જોયા.
ફળીયુ નવેરૂ જોયું
બધા કબાટ ખોલીને બરાબર ચેક કર્યું.
બાથરુમ-વોશરૂમ જોયા.
પત્ની ક્યાંય ના મળે.
હું તો ગભરાઈ ગયો.
એવી તો કંઈ જગ્યાએ છુપાઈ ગઈ
કે મળતી નથી ?
ત્રીજી વખત રસોડામાં ગયો.
રસોડામાં ફ્રીજ ની બાજુમાં એક નાનકડો ખાંચો હતો તેમાં તે કશુંક ઓઢીને સંતાઈ ગયેલ.
મેં તાળીઓ પાડીને થપ્પો કરી નાખ્યો.
પછી બન્ને જોડે ચ્હા પીવા બેઠાં.
પત્ની કહ્યું : મને થપ્પો રમવાની બહુ મજા આવી.
હવે આપણે રોજ થપ્પો રમીશું.
મે હસતાં હસતાં કહ્યું : આભાર
બસ મારે એટલે જ થપ્પો
રમવો હતો.
કે....
તું વર્ષોથી રસોડામાં ખોવાઈ ગઈ હતી,
મારે તને શોધવી હતી.
આજે તું જડી ગઈ.
પત્નીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
ક્યારેક ક્યારેક આ રીતે
થપ્પો રમી લેવો જોઈએ.
ક્યાંક કોઈ ખોવાઈ ગયું હોય
તો જડી પણ જાય...... 😊