ગઝલ / દવા હતી
ગમ એ હતો, જ્યાં પ્રેમની તાજી હવા હતી,
સળગી જવાની હરવખત ત્યાં શક્યતા હતી !
તું પૂછ નહીં કે અહીં બધાંની શું કથા હતી?
સુખ ક્યાંય ન્હોતું , એ ફક્ત એક ધારણા હતી.
કીધી મથામણ લાખ પણ તૃપ્તિ મળી નથી,
મૃગજળ સમી આ જિંદગીની વારતા હતી !
તારો ભરોસો ડૂબતાં ડૂબ્યાં છે બારે વ્હાણ,
તારા ભરોસામાં અરે! કેવી મજા હતી.
ધીરેધીરે જીવન બધું સળગી ગયા અમે,
આખર અમારા દર્દ'ની એ પણ દવા હતી !
પરબતકુમાર નાયી દર્દ