Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વતનની વાત ન્યુઝ પેપરમાં પિતા પર મારી રચના
જય શ્રી કૃષ્ણ

નથી એ પાષાણ હદયના પિતા

જ્યારે હતા નાના આપણે સૌ એનાથી બીતા
જગમાં ન જડે જોટો એનો એવા સૌના પિતા

ઘણું બધું સમજાવવા એ કડક શબ્દોમાં કે'તા
ડરતા બાળ દેખી હસી હાથ મીઠો માથે મુકતા

દુનિયા કેરી રીત સમજાવે વાર્તા પોતાની કે'તા
સમજે એના બાળ અમારા છે પરમેશ્વર પિતા

દીકરો દીકરી એક સમાન એક દ્રષ્ટિએ જોતા
બની દોસ્ત દીકરાના બને હાસ્યના મોટા નેતા

સુખ પામી દુનિયા કેરું છોને એ પિતાને ભુલતા
દેવા સંતાનને સુખ સઘળા ઝેર પિવે એજ પિતા

પાષાણ છે હદય એમનું મેણા સદા સૌના ખાતા
દર્દ દબાવી દિલમાંને આશિષ અંતરથી ઉભરાતા

કોમળ ફૂલ કમળ કેરા એ કાળજા કઠણ દેખાતા
વંદન કરીએ દિલથી ન સમજાતા કદી કોઈ પિતા

ધરા પર ઈશ્વર ઘેર ઘેર ન આવી કે જઈ શકતા
એથી બનાવ્યા એણે આ પાષાણ હૃદયના પિતા

બેઠા મુર્તિકાર પથ્થર ઘસી અવનવા ઘાટ ઘડતા
કડક આપ્યું દિલ દર્દ ભરવા એથી કે'વાણા પિતા

સહી સઘળા કષ્ટો સહેલું નથી બનવું આ પિતા
છે ઈ પ્રેમ પ્યાલો નથી એ પાષાણ હૃદયના પિતા

- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી,જૂનાગઢ)

Gujarati Poem by Tejal Vaghasiya . : 111313931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now