કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો મળે છે માન-સન્માન અને મોટું પદ, અશુભ હોય તો શું થાય છે?
જ્યોતિષમાં જણાવેલા 9 ગ્રહોની સ્થિતિ પર જ આપણું જીવન નિર્ભર કરે છે. જન્મ સમય અને સ્થિતિ મુજબ બનાવેલી કુંડળી 12 ભાગો (ભાવો)માં વિભાજિત રહે છે. આ 12 ભાવોમાં નવ ગ્રહોની જુદી-જુદી સ્થિતિઓ રહે છે. બધા ગ્રહોના શુભ-અશિુભ ફળ હોય છે. આપણી કુંડળીમાં જે ગ્રહ સારી સ્થિતિમાં હોય છે તે આપણને શુભ ફળ આપે છે. જ્યારે જે ગ્રહ કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય છે, તે ખરાબ ફળ આપે છે. તમામ 9 ગ્રહોનું ફળ જુદા-જુદા ક્ષેત્રોમાં પ્રાપ્ત થાય છે. અહીં જાણો ક્યો ગ્રહ કઈ વાતનો કારક હોય છે.
સૂર્ય
આ ગ્રહ શુભ હોય તો સમાજમાં માન-સન્માન અને મોટું પદ મળે છે. અશુભ હોય તો વારંવાર અપમાન હોય છે.
ચંદ્ર
આ ગ્રહ શુભ હોય તો વ્યક્તિ ક્રિએટિવ હોય છે અને સાહિત્યમાં નામ કમાઇ છે. અશુભ હોય તો માનસિક તણાવ વધારે છે.
મંગળ
આ ગ્રહ શુભ હોય તો જમીન સાથે જોડાયેલા વેપારમાં સફળતા મળે છે. અશુભ હોય તો લોહીથી સંબંધિત રોગ થાય છે.
બુધ
આ ગ્રહ શુભ હોય તો વ્યક્તિ સમજદાર અને સુંદર હોય છે. અશુભ હોય તો નોકરી અને વેપારમાં નુકસાન પહોંચાડે છે.
ગુરુ
આ ગ્રહ શુભ હોય તો લગ્નજીવન સારું હોય છે. અશુભ હોય તો લગ્નમાં મોડું થાય છે અને પતિ-પત્નીમાં વિવાદ થાય છે.
શુક્ર
આ ગ્રહ શુભ હોય તો વ્યક્તિ ધનવાન હોય છે. અશુભ હોય તો રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ આખી જિંદગી બની રહે છે.
શનિ
આ ગ્રહ શુભ હોય તો બિઝનેસમાં સફળતા અથવા નોકરીમાં મોટું પદ મળે છે. અશુભ હોય તો પરેશાનીઓ ઉઠાવવી પડે છે.
રાહુ
આ ગ્રહ શુભ હોય તો વ્યક્તિ બહાદુર હોય છે. અશુભ હોય તો શત્રુ વધુ હોય છે અને ખરાબ આદતોનો શિકાર થઈ જાય છે.
કેતુ
આ ગ્રહ શુભ હોય તો પ્રસિદ્ધિ અને ઉચ્ચ પદ અપાવે છે. અશુભ હોય તો વ્યક્તિ ખરાબ આદતોનો શિકાર થઈ શકે છે.