ગાંધીનગર મેટ્રો દૈનિક ની "તોરણ" પૂર્તિ માં અને "
જંગ એ ગુજરાત" માં મારી કવિતા
સપનાનું આકાશ સખી સપનાનું આકાશ
સપનાનું આકાશ સખી સપનાનું આકાશ
સપનાનું આકાશ લઈને હૈયામાં હું ચાલી
એ કાંટાળા પંથે કોઈએ દીધી હાથતાલી
હું અંધારા દેખું પે'લા ચમકી વીજ વ્હાલી
સપનાના આકાશે હતી અમરતની પ્યાલી
સપનાનું આકાશ સખી સપનાનું આકાશ
તોડી દુનિયાની રીત ઝાલ્યો શમણાંનો હાથ
ફેલાવી પાંખ જાવું આકાશ ભરવા બાથ
હાલી હૈયાની હામે હતો સપનાનો સાથ
ઓલા આખલાના ઓથને નાખીને નાથ
સપનાનું આકાશ સખી સપનાનું આકાશ
કંઈ ના કે'વું કંઈ ના જોવું રે'વું મસ્ત રંગીન
કે'વા દેશું કે'શે કોઈ હવે ના થાવું ગમગીન
સપના સેવ્યા ખુલ્લી આંખે સખી સંગીન
થાય મોટા વૃક્ષ સખી તારા સપના ઉગીન
સપનાનું આકાશ સખી સપનાનું આકાશ
- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી,જૂનાગઢ)