સુંદર અને સારા વિચારો રોજ આવે તો પણ ઘણું, કાલના આચારને તું નિભાવે તો પણ ઘણું, ચાર મુઠ્ઠી ધૂળ નાખીને કબર પર દોસ્તો, યાદ મારા મૌતની જલ્દી ભુલાવે તો પણ ઘણું, આપનું લોભામણુ હમદર્દી કેરૂ નીર જો, લાગણીથી આંખ જો પળભર વહાવે તો પણ ઘણું. ઈન્સાનમાં ઇન્સાનિયત હોવી જરૂરી છે અહીં, માનવીને માનવી બસ કામ આવે તો પણ ઘણું. મૃત્યુ પછી ય તેને મિત્રો
ભૂલી શકે નહીં, યાદમાં કોઈ આંખડી આંસુ વહાવે તો પણ ઘણું.
✍️હેત