ચા મારો પ્રેમ ને ચા મારી ભાવના
ક્યારેક મોરી ને ક્યારેક ગળી,
ક્યારેક દૂધ સાથે ને ક્યારેક મધ લીંબુ સાથે.
ક્યારેક સવારે પાંચ વાગે ને ક્યારેક રાતના બારે,
ક્યારેક અડધી ને ક્યારેક આખી,
ક્યારેક એકલા ને ક્યારેક સમૂહમાં,
ક્યારેક સુખમાં ને ક્યારેક દુઃખમાં,
ક્યારેક ચિંતામાં કે ક્યારેક ગુસ્સામાં,
ક્યારેક નાસ્તા-ભોજન સાથે મધુરતા લાવે,
નાના - મોટા સૌનું પ્રિય પીણું,
હોઠેથી ચુસ્કી ભરતા આવે મીઠાસ,
ચા થી જ સવાર પડે ને રાત થાય,
ચા મારો પ્રેમ ને ચા મારી ભાવના.
✍️હેત