ઘરમાંથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે લીમડો, જાણી લો તેના ઉપાય
તમે સાંભળ્યું હશે કે લીમડાના પાન ઔષધિનું કાણ કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. પરંતુ આ ઝાડની ખાસ વાત એ છે કે તે ઔષધિ તરીકે કામ કરે છે સાથે જ ધાર્મિક રીતે પૂજામાં પણ ઉપયોગ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ લીમડાના ઝાડની પૂજા કરવાથી આપણી પરથી કોઇની ખરાબ નજર તેમજ વાસ્તુદોષ ઓછો થાય છે.
વાસ્તુદોષ ઓછો કરવા માટે અઠવાડિયામાં એક વખત ઘરની યોગ્ય રીતે સફાઇ કરો અને તમારા ઘરની પથારીને યોગ્ય રીતે સાફ કરો. તેમજ ઘરમાં કોઇપણ પ્રકારનો કચરો કે ગંદકી ન હોવી જોઇએ. જેથી વાસ્તુદોષ સહેલાઇથી દૂર થઇ જાય છે.
ઘરમાં સવાર સાંજ કપૂર અને લવિંગ સળગાવવા જોઇએ કારણકે જ્યારે આપણે લવિંગ અને કપૂરને સાથે પ્રગટાવીએ છીએ તો લવિંગમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ ઘરના વાતાવરણની સાથે મળે છે અને વાયુ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જે મગજને શાંત રાખવામાં મદદ કરે છે
લીમડો એક પ્રાકૃતિક ઔષધિ છે. લીમડાના પાનનું સેવન કરવાથી શરીરની દરેક બીમારીઓ દૂર થાય છે. જો તમે અઠવાડિયામાં બે વખત લીમડાના પાનને સળગાવીને ઘરમાં ધૂમાડો કરો, તેનાથી ઘરના દરેક જીવાણું પણ નષ્ટ થઇ જાય છે અને વાસ્તુ દોષ પણ ઓછો થાય છે.
ઘરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવી પૂજા કરવી જોઇએ અને તે દીવાને આખા ઘરમાં લઇને ફરવું જોઇએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે.