શનિવારે આ સરળ ઉપાય દ્વારા કરો બજરંગબલીને પ્રસન્ન, થશે સમસ્યાઓનું સમાધાન
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક પ્રકારના સુખ અને સુવિધાઓ મળે તેમજ દરેક કાર્ય સુખરૂપ રીતે પાર પડે. પરંતુ આજના જીવનમાં રોજ નવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે તેમાંથી કેટલીક સમસ્યાઓ એવી છે કે જેમાંથી કષ્ટભંજન દેવ તમને ઉગારી શકે છે. તેના માટે સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે કઈ સમસ્યા માટે હનુમાનજીને કયા ઉપાયથી પ્રસન્ન કરવા.
– ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવું તેમજ તેમને ભેટ આપી ખુશ કરવા.
– શનિવાર અને મંગળવારે હનુમાનજીનું વ્રત કરવું. તેમજ તેમને વસ્ત્રો ચડાવવા.
– રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
– હાથમાં લીધેલા કાર્યને પૂર્ણ કરવા ઈમાનદારીથી પ્રયત્ન કરવા. તેમજ ધીરજ રાખવી.
– મંગળવાર અને શનિવારે બજરંગ બલીના મંદિરે જઈ દર્શન કરવા તેમજ મનના મનોરથના પૂરા કરવા પ્રાર્થના કરવી.
– શુક્લ પક્ષનો કોઈપણ શનિવારે હનુમાનજીને એક નાળિયેર પર સિંદૂર લગાવીને ચડાવવું.