મારી કવિતા
વ્રત વરતુલાના વાયરા વાયા સાંભળ મારી વાણી
કેમ કહું? મારે રહેવું હરહંમેશ તારા દિલની રાણી
માંગ માંગ કહેતો હતો ત્યારે થતી હું પાણી પાણી
આજ કરૂં માગણી હવે થા તું તારા દિલનો દાણી
કરવી મારે મારા પ્રેમીની આજ તુજથી ઉઘરાણી
મળે મનના માનેલ તો કરવી એની સાથે ઉજાણી
કીધો છે પ્રેમ એવો કે મારે નથી કરવી કોઈ કહાણી
રે'જો સદા અંતરમાં દેજો પ્રભુજી એટલી લહાણી
વિતાવ્યું જીવન સ્વાર્થમાં એ વાત અંતે છે જાણી
તેજલ કે'છે એ શ્યામને શરણે લેજે તારા તાણી
- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી, જૂનાગઢ)
૨૧/૧૨/૨૦૧૯ શનિવાર