શનિ મંદિરમાં જઈ ચુપચાપ કરી લો આ કામ, બદલાઈ જશે તમારી કિસ્મત
શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવાનું વિધિ વિધાન છે. આ દિવસે કોઈ પણ તેમની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરી છે. કેટલાક લોકો તો શનિદેવની કૃપા મેળવવા ખાસ પ્રકારના ઉપાયો કરે છે. કેમકે શનિદેવને રિઝવવા ખુબજ સહેલા છે નાનકડી પૂજા અર્ચના કરવા માત્રથી શનિદેવની કૃપા દૃષ્ટી ઉતરે છે.
જી હા ન્યાયના દેવતા અને સૂર્ય દેવના પુત્ર શનિ દેવને ખુશ કરવામાટે કંઈ મોટુ કરવાની જરૂર રહેતી નથી. અમે આજે તમને જણાવીશું કે કેટલાક ઉપાયો કરવાથી તમારા જીવનમાં બદલાવ આવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રામબાણ ઉપાય છે જેને કરવાથી તમે ખુબજ પ્રગતી કરી શકશો.
આ માટે તમારે બીજુ કશું ખાશ કરવાનું રહેશે નહી. તમારે ફક્ત કેટલાક મંત્રોનો જાપ કરવાનો રહેશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે શનિદેવના આ ખાસ મંત્રો શુદ્ધ ઉચ્ચારણ સાથે શનિદેવના મંદિરમાં જઈને 108 વાર કરવાનું રહેશે. આનાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે
વૈદિક મંત્ર
ॐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે | શંયોરભિ સ્રવન્તુ ન: ||
પૌરાણિક મંત્ર
નીલાંજનસમાભાસ્યં રવિપુત્રં યમાગ્રજમ્
છાયામાર્તન્ડસમ્ભૂતં તં નમામી શનૈશ્ચરમ્ ||
બીજ મંત્ર
ॐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: |
સામાન્ય મંત્ર
ॐ શં શનૈશ્ચરાય નમ: |
આ સિવાય શનિવારે શનિ પ્રતિમા સામે સરસોનું તેલ અર્પિત કરીને આ મંત્રનો જાપ કરશો તેનાથી અશુભ ફળોથી બચી શકાશે.
ॐ નીલાંજન નીભાય નમ:
ॐ નીલચ્છત્રાય નમ: