અધુરિયા ની અધૂરપ પૂરતો મારા ગુરુ નો બેરખો... નાસ્તિક ને આસ્તિક કરતો મારા ગુરુ નો બેરખો...
સુરા ને પૂરા કરતો મારા ગુરુ નો બેરખો.. ઉપાધિ ને સમાધિ કરતો મારા ગુરુ નો બેરખો.. અભ્યાસ ને સાધના કરતો મારા ગુરુ નો બેરખો... સઠ ને સાધુ કરતો મારા ગુરુ નો બેરખો... મુક્તિ છોડી ને ભક્તિ કરતો મારા ગુરુ નો બેરખો... સમર્પણ ને શરણાગતિ કરતો મારા ગુરુ નો બેરખો... હું ને મારું મૂકી સેવા કરતો મારા ગુરુ નો બેરખો... શ્રદ્ધા રાખી ભરોસો કરતો મારા ગુરુ નો બેરખો... અંધકાર છોડી ને ચેતના જાગૃત કરતો મારા ગુરુ નો બેરખો... મહેલ માં પણ વન નો અનુભવ કરાવતો મારા ગુરુ નો બેરખો... અઢાર વર્ણો નો આધાર મારા ગુરુ નો બેરખો... મનુષ્ય ને ઈશ્વર ની અનુભૂતિ કરાવતો મારા ગુરુ નો બેરખો... રંક ને અમીર કરતો મારા ગુરુ નો બેરખો ... જીવનની સાચી કમાઈ કરતો મારા ગુરુ નો બેરખો... મારા માટે પ્રાર્થના કરતો મારા ગુરુ નો બેરખો... મને સમસ્યા માંથી ઉગાર તો મારા ગુરુ બેરખો... પૂરી પૃથ્વી ફરતે ફરતો મારા ગુરુ નો બેરખો...