રીઝવવા છે ભગવાનને તો મંદિરે જતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન
મંદિરોની હોય છે કે મંદિરમાં ચામડાની ચીજો લઇને અંદર પ્રવેશવું નહી. શ્રદ્ધાળુઓ પણ મંદિરની બહાર જ ચામડાનાં બનેલા પર્સ, બેલ્ટ વિગેરે ચીજો રાખી દે છે. શાસ્ત્રો અનુસાર કોઇપણ દેવ સ્થાન પર જવા માટે ખાસ આવશ્યક નિયમ દર્શાવવામાં આવ્યા છે, આ નિયમોનું પાલન કરવાથી મંદિરની પવિત્રતા જળવાઇ રહે છે અને બધાં દેવી-દેવતાઓની ક્રૃપા પ્રાપ્ત થાય છે.
મંદિર જતા પહેલાં આ ધ્યાન રાખવું જોઇએ કે આપણી પાસે ચામડાની બનેલી કોઇ ચીજ-વસ્તુ ન હોય. ચામડાની વસ્તુઓ જેવાં કે બેલ્ટ, જેકેટ વિગેરે. આ વસ્તુઓને ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર માનવામાં આવે છે, કારણકે મૃત જાનવરોનાં ચામડામાંથી આ વસ્તુઓ બનાવવામાં આવી હોય છે. ભગવાનની સામે આપણે શુદ્ધ અને પવિત્ર ચીજો લઇને જ જવાનો આગ્રહ રાખવો જોઇએ. ચામડાની ચીજોની સાથે કોઇપણ પ્રકારનાં ધાર્મિક કાર્યો ન કરવા જોઇએ.
ચામડાની ચીજ-વસ્તુથી થઇ શકે છે ત્વચા સંબંધી રોગ
કોઇક વાર એવું થાય છે કે આપણે ચામડાની બનાવટની કોઇ ચીજ પહેરેલી હોય છે અને તે પાણી અથવા પરસેવાથી ભીની થઇ જાય છે, એવામાં ભીનું ચામડું આપણી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે. પાણી લાગતા જ ચામડું ખરાબ થઇ જાય છે. ચામડામાંથી આવનારી દુર્ગંધને દુર કરવા માટે કેટલાંક પ્રકારનાં રસાયણોનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારનાં રસાયણ આપણા શરીર માટે નુકસાનકારક થઇ શકે છે. જે લોકોની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે, તેમને પણ ચામડાની વસ્તુઓથી નુકસાન પહોંચી શકે છે.
આગળ જાણો મંદિરમાં કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ...
મંદિરમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...
- ભગવાનની પરિક્રમા ઘડિયાળની સોય જે દિશામાં ઘુમતી હોય છે તે અનુસાર જ પરિક્રમા કરવી જોઇએ.
- જો કોઇ વ્યકિતએ કોઇ નશો જેવો કે દારૂ, સિગરેટ, ડ્રગ્સ વિગેરેનું સેવન કર્યુ હોય તો તેને મંદિરમાં પ્રવેશ ના કરવો જોઇએ. આ દેવી-દેવતાઓ પ્રતિ સમ્માનનાં અનાદરની ભાવના પ્રગટ કરે છે. આવી હાલતમાં પ્રવેશ કરતી વખતે મંદિરમાં હાજર અન્ય શ્રદ્ધાળુઓને પણ હેરાનગતિ થઇ શકે છે.
- મંદિરમાં પ્રવેશ પહેલાં પોતાનાં જૂતા-ચંપલ ઇત્યાદિ મોજા સાથે બહાર કાઢી દેવા જોઇએ. કેટલાંક લોકો મોજા સહિત જ મંદિરમાં પ્રવેશ કરી લે છે. આવુ કરવાથી મોજાની વાસથી મંદિરનું વાતાવરણ પ્રદૂષિત થાય છે, અન્ય લોકોને પણ હેરાનગતિ થઇ શકે છે. આ માટે મોજાને મંદિરની બહાર જ નિકાળીને મંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. આમ કરવાથી મંદિરની પવિત્રતા અને સફાઇ જળવાઇ રહેશે.
- જૂતા ઉતાર્યા બાદ પોતાનાં હાથ-પગ સ્વચ્છ પાણીથી ધોવા જોઇએ. જેથી આપના હાથ-પગ સાફ અને સ્વચ્છ થઇ જાય. આમ કરવાથી ધૂળ-માટી વિગેરે આપના પગની સાથે મંદિરમાં નહીં જાય.
મંદિરમાં સાચી શ્રદ્ધા સાથે દર્શન કરી ધન્યતા અનુભવો
- ધ્યાન રાખો કે મંદિરમાં બેસતી સમયે પોતાનાં પગ અથવા પીઠ દેવી-દેવતાઓની પ્રતિમાની સામે ન હોવા જોઇએ. આ અસમ્માનની ભાવના વ્યકત કરે છે. મંદિરમાં કયાંય પણ બેસો, આપનું મુખ દેવી-દેવતાઓની પ્રતિમાની સામે જ રાખવું શુભ હોય છે.
- મંદિરનાં ફર્શ પર પણ બધા શ્રદ્ધાળુઓ માથું ટેકવે છે માટે મંદિરનાં ફર્શને પણ ગંદો ના કરવો જોઇએ.
- મંદિરમાં પોતાની સાથે કોઇપણ પ્રકારનું હથિયાર લઇને ના જવું જોઇએ. જો કે આજકાલ સુરક્ષા વ્યવસ્થા બધાં જ મંદિરોમાં હોય છે કે જેથી કોઇ વ્યકિત કોઇપણ પ્રકારનાં હથિયાર પરિસરમાં ના લઇ જઇ શકે.
- મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા બાદ કોઇ જરૂરિયાત વાળા વ્યકિતને ધન અથવા વસ્ત્રનું દાન કરવું જોઇએ. આ શુભ ફળ આપનારું કર્મ માનવામાં આવે છે.