શનિ અશુભ હોય ત્યારે થશે આવા અસહનિય રોગ, મુક્તિ મેળવવા કરજો ઉપાય
નવગ્રહોસારો ખરાબ મનુષ્યજીવનની દરેક બાબતો સાથે કોઈ ને કોઈ ગ્રહ જોડાયેલો હોય છે. જેમ કે શરીર. મનુષ્યના શરીરનાં વિવિધ અંગો પર વિવિધ ગ્રહોનું આધિપત્ય કે પ્રભાવ હોય હોય છે. શનિ ગ્રહ સાથે સંબંધિત રોગ હોય તો જાતકને બીમારી લાંબો સમય ચાલે છે અને પીડા પણ ખૂબ થાય છે. તેથી તેમાં રાહત મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવા જોઈએ. શનિના ઉપાયોમાં દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. તેનાથી જાતકની પીડા ઝડપથી દૂર થાય છે. આ સિવાય રત્ન, વનસ્પતિ અને મંત્ર-જાપ કરવાથી પણ લાભ થાય છે.
ઉન્માદ, માથાનો દુખાવો, કોઈ બાબતે વિચારો કરીને બેભાન થઈ જવું, હિસ્ટીરિયા વગેરે શનિ ગ્રહની જ દેન છે. આ સિવાય પેટના રોગ, જાંઘના રોગ, ટીબી, કેન્સર વગેરે રોગ પણ શનિને કારણે જ થાય છે.
વાત એટલે કે ગેસને કારણે વ્યક્તિને ખૂબ જ હેરાન થવું પડતું હોય છે, ક્યારેક તો ઊઠવું, બેસવું કે ચાલવું પણ દુષ્કર બની જાય છે. શનિ આ રોગ આપીને જાતકને હેરાન-પરેશાન કરી શકે છે.
વા અને શરીરના કોઈ પણ સાંધાઓમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો સમજી લેવું કે શનિ ગ્રહ ખરાબ છે. વળી સ્નાયુનો રોગ થાય તો વ્યક્તિ પોતાનાં સામાન્ય રોજિંદાં કાર્યો પણ કરી શકતી નથી. આ બધા રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શનિ ગ્રહ સંબંધિત વિવિધ ઉપાયો અજમાવા.
નીલમ, નીલિમા, નીલમણિ, જામુનિયા, નીલો કટૈલા વગેરે શનિનાં રત્ન અને ઉપરત્ન છે. આ રત્નો શનિવારે ધારણ કરવાં જોઈએ તેમાંય જો શનિવારે પુષ્ય નક્ષત્ર હોય તો ઉત્તમ લાભ થાય છે.
શમી વૃક્ષના મૂળને શનિવારે પુષ્ય નક્ષત્રમાં કાળા દોરામાં પરોવીને જમણા હાથની ભુજાઓમાં બાંધવાથી શનિ ગ્રહના સ્વાસ્થ્ય સંબંધિત કુપ્રભાવો ઓછા થવા લાગશે. જો કોઈ રીતે આ દોરો તૂટી જાય તો આ પ્રયોગ ફરીથી કરવો.
પુષ્ય, અનુરાધા અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રોમાં શનિની પીડાને ઓછી કરવા માટે દાનકાર્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં પોતાના વજન બરાબરના ચણા, કાળાં કપડાં, જાંબુ, કાળા અડદ, ગોમેદ રત્ન, કાળાં જૂતાં, કાળી ગાય, ભેંસ, કાળા તલ, નીલમ રત્ન, કાળા કે જાંબલી રંગનાં ફૂલ, કસ્તૂરી વગેરેનું ગરીબ વ્યક્તિને દાન કરવું અથવા શનિ મંદિરે જઈને શનિદેવને અર્પણ કરી દેવું.
દાન આ રીતે કરવું-
યોગ્ય પાત્ર જેમ કે ગરીબ વ્યક્તિ અથવા કર્મકાંડી બ્રાહ્મણને ઉપરોક્ત નક્ષત્રોમાં ઘરે બોલાવીને ભોજન કરાવવું અને યોગ્ય દક્ષિણા આપવી. પછી તેમના જમણા હાથમાં નાડાછડી બાંધીને કપાળે કંકુનું તિલક કરવું. ત્યારબાદ જે વ્યક્તિએ દાન આપવાનું હોય તે વ્યક્તિએ દાનની વસ્તુ હાથમાં લેવી અને શનિ ગ્રહની રોગ સંબંધિત પીડાઓ દૂર થાય તેવી પ્રાર્થના કરીને દાન લેનારના હાથમાં વસ્તુ આપવી.
ॐ भूर्भुव: स्व: शन्नोदेवीरभि टये विद्महे नीलांजनाय धीमहि तन्नो शनि: प्रचोदयात्।
શનિ ગ્રહના મંત્રો-
શનિ ગ્રહ સંબંધિત રોગ મટાડવા માટે શનિદેવની પૂજા-ઉપાસના અને મંત્ર જાપ કરવા જોઈએ. શનિ મંત્રોનો દરરોજ એક માળા જાપ કરવો. શનિ ગ્રહ સંબંધિત વિવિધ મંત્રો નીચે પ્રમાણે છે.
વેદ મંત્ર :ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
ऊँ शन्नोदेवीर- भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।
ॐ સ્વ: ભુવ: ભૂ: પ્રૌં પ્રીં પ્રાં ૐ શનિશ્ચરાય નમ:
શનિ ગાયત્રી મંત્ર :ऊँ कृष्णांगाय विद्य्महे रविपुत्राय धीमहि तन्न: सौरि: प्रचोदयात.
જાપ મંત્ર :
આ મંત્રનો દરરોજ 23000ની સંખ્યામાં જાપ કરવો. તેમ કરવું શક્ય ન હોય તો શનિવારના દિવસે ખાસ મંત્ર જાપ કરવો. મંત્ર જાતકે પોતે જ કરવો જરૂરી છે.
ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।