ઘણું બધું લખવું છે.
પણ,
નથી લખવું,
મન નથી.
.
વાંચશે કોણ?
આ ખૂણામાં બેઠેલું અંધારું?
તૂટેલા કાચ વાળી બારીઓ?
મારી બંધ પડેલી ઘડિયાળ?
ના,
જવા દો ને,
આમેય કોણ વાંચે છે?
.
પણ...,
.
લખ્યા વગર,
મારા શ્વાસ રૂંધાય,
માર શબ્દો ઘૂંટાય,
.
હમમમ...
.
કાલે હું ના હોઉં,..
અને
જો, મારી ડાયરી કોઈ ખોલશે તો?
કોરે કોરા પાના
જાણે રણ.
.
હમમમ....
.
લાવો ને,
થોડુક લખું,
.
છાનુંમાનું, ચુપચાપ...
_______________________
સંજય લુહાર (૨૧.૧૨.૨૦૧૯)