ગીતા સારઃ કેમ વ્યર્થની ચિંતા કરો છો? કોનાથી વ્યર્થમાં ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન જન્મે છે, ન મૃત્યુ પામે છે
હિન્દુ ધર્મમાં અનેક પૂજનીય ગ્રંથ છે, પરંતુ તે બધામાં ગીતાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને ગીતા સારના કેટલાક એવા મુખ્ય સિદ્ધાંતો વિશે જણાવી રહ્યા છીએ જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આ સિદ્ધાંતો પર અમલ કરવામાં આવે તો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે.
- કેમ વ્યર્થની ચિંતા કરો છો? કોનાથી વ્યર્થમાં ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન જન્મે છે, ન મૃત્યુ પામે છે.
- જે થયું, સારું થયું, જે થઈ રહ્યું છે, તે સારું થઈ રહ્યું છે, જે થશે, તે પણ સારું જ થશે.
- તમારું શું જતું રહ્યું છે, કે તમે રડો છો? તમે શું લઈને આવ્યા હતા, જે તમે ગુમાવી દીધું? જે લીધું અહીંથી લીધું. જે આપ્યું, અહીં જ આપ્યું.
- જે આજે તમારું છે, કાલે બીજાનું હશે, પરમદિવસે કોઈ બીજાનું થશે.
- પરિવર્તન સંસારનો નિયમ છે. જેને તમે મૃત્યુ સમજો છો, તે જ જીવન છે.
- ન આ શરીર તમારું છે, ન તમે શરીરના. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલું છે અને તેમાં જ મળી જશે.
- તારું-મારું, નાનું-મોટું, પોતાનું-પારકું, મનમાંથી કાઢી નાખો, પછી બધુ જ તમારું છે, તમે બધાના છો.
- તમે તમારી જાતને ભગવાનને અર્પિત કરી દો. આ સૌથી ઉત્તમ સહારો છે.