તર્જની અને મધ્યમા વચ્ચેથી શરૂ થતી હૃદયરેખા શુભ ફળ આપે છે
હૃદયરોગ હથેળીના ઉપરના ભાગમાં, મસ્તક રેખાની ઉપર સમાંતર રહી કનિષ્ઠિકા તરફ જાય છે. આ રેખા દ્વારા,પ્રેમસંબંધમાં મળતી સફળતા કે નિષ્ફળતા વિશે જાણી શકાય છે. તે મૈત્રીભર્યા સંબંધો દર્શાવે છે.
હૃદયરેખા હથેળીમાં વિભિન્ન સ્થાનથી શરૂ થતી જોવા મળે છે. જેમ કે શનિ પર્વતના સ્થાન ઉપરથી શરૂ થઇને, અમુક લોકોને તર્જની અને મધ્યમા આંગળી વચ્ચેથી પણ શરૂ થતી જોવા મળે છે. જ્યારે અમુક લોકોને ગુરુપર્વતના સ્થાનની વચ્ચેથી પણ તે (ક્યારેક) જતી જોવા મળે છે.
હૃદયરેખાનું ફળ જોઈએ તો-
શનિ પર્વતના સ્થાન ઉપરથી શરૂ થઇને આગળ જતી હૃદયરેખા પ્રેમસંબંધમાં વાસના-વૃત્તિનું પ્રાધાન્ય દર્શાવે છે.
તર્જની અને મધ્યમા વચ્ચેથી શરૂ થતી હૃદયરેખા શુભ ફળ આપે છે. આ પ્રકારની રેખા ધરાવનાર વ્યક્તિઓના પ્રેમસંબંધમાં લેશમાત્ર આડંબર હોતો
નથી. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ આ વ્યક્તિઓ પ્રેમસંબંધોને વફાદાર રહી હૃદયપૂર્વક નિભાવતા હોય છે.
ગુરુપર્વતથી પ્રારંભ થતી હૃદયરેખા પ્રેમસંબંધમાં વિશેષ વ્યગ્રતાનોઅનુભવ કરાવે છે. આવી વ્યક્તિઓ, જેને પ્રેમ કરે છે તેનામાં તન્મય બની જાય છે. દરેક ક્ષણે પ્રેમીજન માટે વ્યાકુળ રહે છે.યોગ્ય પ્રતિભાવ ન મળતાં તેઓ દિલમાં ઊંડાઆઘાતની લાગણી અનુભવે છે.
હૃદયરેખા જો સ્પષ્ટ અને બળવાન હોય તો, આદર્શપ્રેમનું સૂચન કરે છે.