આજે શમણું જોયું તારું...
ને મનડું મલકયું મારુ... આવ્યો તું દરિયા કિનારે...
મને મળવાના બહાને...
મને જોઈ તું હરખાયો...
મનમાં ને મનમાં મલકાયો...
ના તું બોલી શક્યો કાંઈ...
ના હું બોલી શકી કાંઈ... એકમેકને જોતા જ... આંખોમાં લાગણીનો દરિયો છલકાયો...
પ્રેમ હતો ઘણો દિલોમાં...
પણ શબ્દો ના હતા દિમાગમાં...
વણશબ્દે વાતો કરી મૌસમે... હૈયાનો ભાર ઠલવાયો...
પછી શું થયું ના પુછો યારો... અરે..શું થાય...??
મોબાઈલની ઘંટડી વાગી..
ને મારી ઊંઘ ઉડી...😄😄