My New Poem ...!!!!
પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શું થયો?
અહીં ઇર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું....
અમીરી તો ધાબળા કમબલ જેકેટ સ્વેટર મફલર
ગરમ કેપ હીટર ગીઝર ચ્યવન-પ્રાસમાં સમાઈ ગઈ
ગરીબી પણ તાપણાં ફાટેલી ગોદડી ઝૂંપડી ની તિરાડ
સાંધવામાં બાળકોને ગોદની હૂંફ ઢાંકવામાં
ગરકાવ થઈ ગઈ
ચાર રસ્તા પર મરેલા-સા કૂતરા ને બિલાડાં
ઝાડ પરનાં માળા માં ના પંખીડા પણ બચ્ચાને બાહૂપાશમાં દબાવી
કુદરતી ઋતુ-ચક્ર ની લડાઈ લડવા માં ખોવાઈ ગઇ
✍️🎍🌺🌲🌴🙏🌴🌲🌺🎍✍️