મરીઝના શેર ઘાયલની જુબાની લઈને આવ્યો છું.
ગઝલ લેખનની ગુજરાતી કહાની લઈને આવ્યો છું.
હજી પણ ત્યાં ભરે છે દમ મહોબતના કોઈ આસિમ,
હું તાપી કાંઠે જઈ ખુશ્બૂ લીલાની લઈને આવ્યો છું.
રજૂઆતો બધી આદિલ સમી ને શૂન્યની વાતો,
નવામાં એજ કે જૂની નિશાની લઈને આવ્યો છું.
ર.પા.ના લઈ રદીફો કાફિયા લીધા મે શયદાનાં,
ગઝલ લખવા ગનીની મેરબાની લઈને આવ્યો છું.
ખલીલ ઈર્શાદ કહીને દાદ તો દો મારી હરકત પર,
હું શેરે મકતામાં બરકત વિરાની લઈને આવ્યો છું.
મેહુલ પટેલ “ઈશ”