ધરતી બચાવો
હું છું જીવનદાયિત્રી,
વૃક્ષો છે હૃદય મારું;
તુ કુહાડી ના માર,
હૃદય મારું બળે છે લાવા બનીને...
હું છું જીવનદાયિત્રી,
અન્ન આપુ છું, સુવા પથારી તને;
બેકારનું પાણી ના વેડફ,
હૃદય મારું ફાટે છે તીરાડો પડીને...
હું છું જીવનદાયિત્રી,
છતા હું લાચાર છું;
મારા માંથી જ જન્મેલા આજે,
મારામાં સિમેંટ અને સળીયા ધરોબે છે...
- હિતેશ ડાભી 'મશહૂર'