" મારા વિચાર જિંદગી
છે, થોડીક શાંત જિંદગી
ઝરણા ની આવાઝ જિંદગી
સંગીત ના સુર જિંદગી
શેરી નો ઘોંઘાટ જિંદગી
સમય ની તો ઝડપ જિંદગી
શાયર ની શાયરી છે જિંદગી "
" કવિઓ ની ગઝલ જિંદગી
દિલ નો પોકાર જિંદગી
ઉઠતા સવાલ જિંદગી
વિતાવેલ યાદ જિંદગી
દીપક ની જ્યોતિ છે જિંદગી
મનની તો સરગમ જિંદગી
મારી પહેલી પ્રીત છે જિંદગી "
" ફૂલો ની મહેક જિંદગી
ભમરાના તો ફૂલ જિંદગી
વરસતું પાણી જિંદગી
એ, માટી ની મહેક જિંદગી
સાગરની તરંગ જિંદગી
નદીઓની વહેતી જિંદગી
ચંદ્રની ચાંદની જિંદગી
રસ્તાની એકલતા છે, જિંદગી "
" કૃષ્ણની મુરલી જિંદગી
ખુદાની મહેર જિંદગી
માંની મમતા જિંદગી
મુસાફરનો મુકામ જિંદગી
પ્રેમ માં વિશ્વાશ જિંદગી
મિત્રો ની મિત્રતા છે જિંદગી "
" તારો આભાસ હું જિંદગી
મારો આભાસ તું જિંદગી
મારી ખુશીયો તું જિંદગી
તેમાં દુઃખનો છઁટકાવ છે, જિંદગી "
"કેટલુંય કહીને, અધૂરી રહી જાય છે...
બસ બે પળ ની છે, આ જિંદગી "
© દીપ્તિ ઠક્કર