પોતાનુ ઘર
ખુબ ખુશ હતી અનેરી ,
રસ્તામાંથી મનગમતા કેસર પેંડા લઈ લીધા.
આખરે સાડા ત્રણ વર્ષની મહેનત રંગ લાવી , આજે લેણદાર પાસેથી પપ્પાનું ઘર છોડાવી લીધું હતું.
ઘરે પોંહચતા મમ્મી ના હાથમા ઘરના કાગળ આપ્યા ત્યારે તેમની પણ આંખો ખુશીથી છલકાઈ ગઈ.
પેંડાનો ટુકડો અનેરી ને ખવડાવતા તે બોલ્યા " બસ દીકરી તે ઘણું કર્યું હવે તું પોતાના ઘરે જવાનું વિચાર "
અનેરી તેના મમ્મીને જોઈ રહી.
" પોતાનું ઘર !!! તો શું આ ઘર... "
તેના માટે પેંડાનો સ્વાદ જરાક ફિક્કો પડી ગયો.
© દીપ્તિ ઠક્કર " માહી "