ચોતરફ
બની રહેલી
અકલ્પનીય ઘટનાઓ,
બેકાબૂ
બની રહેલાં
પરસ્પરનાં સંબંધો,
સર્વત્ર
વ્યાપી રહેલો
ભ્રષ્ટાચાર,
કુપોષિત આહાર,
પાશ્ચાત્ય સંસ્કૃતિનો
આર્ય સભ્યતા પર પ્રહાર
– જેવી બાબતોથી
ભીતર જ્વાળામુખી
સળગી ઊઠ્યો...
પરંતુ,
વધુ પડતી સમજણથી
બંધાયેલા મુખને કારણે
તે ફાટી ન શક્યો...
એટલે તેણે
હાર્ટ પર એટેક કર્યો...
ને પછી...!!!
'વીર'