"સમય સમય ની વાત છે"
એક દિવસ તમારી જરૂરિયાત છે, બીજે દિવસે તમારે ખુદ ને જરૂરિયાત છે,
સમય તમારો,તો સલાહ તમારી પરોપકાર છે, સમય બગડ્યો તો સલાહ આપી ઉપકાર પર ઉપકાર છે.
આ તો ભાઈ સમય સમય ની વાત છે,
જિંદગી બવ નાની છે, બધા ને પોતપોતાની મળેલી છે,
ક્યારેક બીજા માટે જીવવી પડી છે, ખુદ ની ભૂલેલી ક્યાંક પડી છે.
કર્યું છે થોડું, કરવું છે ઘણું, બસ સમય ની તંગી છે,
પૈસા કોઈ પાસે માંગો પણ તેને તો હમણાં મંદી છે,
આવડત, નીતિ, મહેનત આ બધા માત્ર ભ્રમ છે, આ દુનિયા માં તો બસ એક 'સમય' જ બ્રહ્મ છે.
સમય સમય ની વાત છે ભાઈ આ તો સમય ની વાત છે.
લખી લો તમારા અનુભવ, અમારા ખરાબ સમય ના,
જરુંર પડશે યાદ કરવાની.
સમય મારો પણ આવશે, બાપુ અમને નથી ટેવ યાદ અપાવાની.
કરશુ અમે પણ કંઈક એવા કામ કે સમય યાદ રાખશે,
અમને આગળ કરી ને સમય તમને સાઈડ કરશે.
સમય સમય ની વાત છે ભાઈ આ તો સમય સમય ની વાત છે.
- Ssandeep Teraiya