"લાજ"
.
.
જ્યાં આખી દુનિયા ઈ પ્રશ્નને લઈ વર્ષોથી અંદરો અંદર ઘુંચાઈ રહી છે કે " Is God Man Or Woman ?" ત્યાં આપણો ભારત દેશ સદીઓથી દેવીને પૂજતો આવ્યો છે ...સ્ત્રીને પૂજતો આવ્યો છે....સ્ત્રી વર્ષોથી દેશમાં આગળ છે ...દેશમાં ઘણી સ્ત્રીઓએ રાજ્ય કે દેશની લાજ અને રક્ષા માટે જીવ રેડી દીધેલા છે....તેમાં પછી મા પાર્વતી, સતી સાવિત્રી, મા કૈકેયી , મા સીતા, દ્રૌપદી , નવ લાખ લોબડીયાળીયું, રાણી પદ્માવતી , રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી , સરોજિની નાયડુ કે હાલની દેશની કોઈ પણ સ્ત્રી હોય તે ખૂબ જ આગળ છે......દુનિયામાં સૌથી વધુ મહિલા પાયલોટ આપણાં દેશમાંથી છે....સ્ત્રીની હાલ પણ પૂજા થાય છે..... આવા હજારો ઉદાહરણ છે ઇતિહાસમાં ....આપણાં દેશમાં મત આપવાનો સમાન અધિકાર સ્ત્રીઓને આઝાદી મળતાની સાથે જ છે...આટલું બધું હોવા છતાં સ્ત્રીના સશક્તિકરણ માટે આપણે યુ. એસ. એ. દેશ કે જ્યાં આઝાદીના 144 વર્ષો પછી સ્ત્રીને મત માટેનો સમાન અધિકાર મળ્યો તે પણ ઘણી મથામણ પછી...છતાં તેને ધ્યાનમાં લેવો પડે છે.....તે આંચકાની વાત છે....હું ગર્વથી કહી શકું કે આ દેશની સ્ત્રી સમાન રીતે આગળ છે, આ દેશમાં સ્ત્રી પૂજાય છે પણ ....તે જ સ્ત્રી સાથે થઈ રહેલા દુર્વ્યવહારનો કોઈ અંત જ આવતો નથી... આવા પાપી તત્વો દેશ માં કુકર્મ કરી દેશની અસ્મિતાનું ખંડન કરે છે....પુરુષ જાતિ પર કાળું કલંક લગાવે છે ...ભારતીય હોવાના ગર્વ ને ઠેસ પહોંચાડે છે....થોડી વાર માટે મીણબત્તી કે પાટિયાં લઇ વિરોધ થાય છે...ઈ જરાય ખોટું નથી ...પણ ક્યાં સુધી???.....આનું કોઈ શાશ્વત અને તાત્કાલિત ધોરણે નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે.
જય માતાજી ???