હૈદરાબાદ શહેરના એક વિસ્તારમાં બનેલા પ્રસંગે તો દેશ ને દુનિયાના લોકોને હચમચાવી નાખ્યો!
પશુચિકિત્સક (ડોક્ટર) પ્રિયંકા રેડી જયારે પોતાની હોસ્પીટલમાંથી ઘરે જતી હતી ત્યારે તેની સ્કુટીમાં એકાએક પંકચર પડયું હતું, જે ખરેખર પડયું હતું કે જાણી જોઇને કોઇએ પાડવામાં આવ્યુ હતુ તેની કોઇ સાચી નોંધ નથી પરંતું પંકચર જરુર પડયું હતું માટે આ બાબતની જાણ કરવા તેને તેની બહેનને ફોન કર્યો હતો આ સમયે રોડ ઉપર ચાર અજાણ્યા ચહેરાઓ તેને કોઇ શંકાની નજરે જોઇ રહયા હતા તેઓના મનમાં શી ઇચ્છાઓ હશે તે કદાચ તેઓ જ તે જ સમયે જાણતા હશે આ બાજુ જયારે તેની બહેનને ફોન કર્યો ત્યારે પ્રિયંકાએ બસ એટલું જ કહ્યુ કે બેન મારી સ્કૂટી ને પંકચર પડયું છે ને મારી સામે રોડ ઉપર ચાર છોકરા મને તાકી તાકીને જોઇ રહયા છે એથી મને તેઓનો ઘણો જ ડર લાગે છે!!! આ પછી ચારમાંથી એક છોકરો તેની પાસે આવેછે ને કહેછે કે તમારી સ્કુટી ને પંકચર પડયું છે માટે તેને બનાવનારી દરેક દુકાનો હાલ બંધ થઇ ગઇ છે પણ લાવો હું તેને લઇ જઇને કંઇક તપાસ કરુ! બાકીના ત્રણ જણ તેની પાસે આવ્યા ને તરત ઉઠાવીને ટ્રકમાં બેસાડી દીધી..
પછી આગળ શું થયું તેતો આપ સૌ જાણતા જ હશો.
સામુહિક રેપ થયો ...પછી તેનુ ગળુ દબાવીને મર્ડર થયું..ને ત્યારબાદ પછી તે લાશને પેટ્રોલ ડિઝલથી સળગાવી દેવાઇ.
આ જાણીને આખા ભારતમાં લોકોએ બળાત્કારો ઉપર ગુસ્સો ઠાલવ્યો છે, કે બળાત્કારીઓને ફાંસી આપો, અમને ન્યાય આપો જેથી પ્રિયંકાના આત્માને શાન્તિ મળે...
ખરેખર આ કરુત્ય એક ગંભીર કહી શકાય તેથી આવા લોકોને ફાંસી પણ થઇ શકેછે અથવા જન્મટીપ પણ થઇ શકેછે આ સિવાય વધુ કંઇજ ના થાય..
ચાલો આતો સમજાય કે ગુનેગારોને તેમને કરેલ ગુના બદલ સજા મળી ગઇ..પણ જેને પોતાનો અગ્નિથી જીવ ગુમાવ્યો છે તેને તે સમયે કેવી વેદના થઇ હશે!! એક સળગતો કોલસો જયારે આપણી ઉપર પડે છે ત્યારે આપણને કેવી વેદના થાયછે! તો જયારે આખુ શરીર બળતું હોયછે ત્યારે શરીરમાં રહેલો જીવ શરીરમાંથી નીકળવા માટે કેટલો મુઝાતો હશે!!!
ફાંસી આપવી કે બંદુકથી ગોળી મારવી તે ખરેખર ન્યાય નથી હોતો
પરંતું શરીરે ખરેખર વેદના થાય તેવી સજા હોય તો જ તે સાચો ન્યાય આપ્યો કહેવાય.
જુઓ બીજા દેશોમાં કે જે લોકો આવા ગુનાઓ કરતા હોયછે તેઓને તેની સજાઓ કેટલી આકરી મળતી હોયછે.
ખેર કાયદો તેનુ કામ તો કરે જ છે હવે જોવાનું એ છે કે આ ચાર બળાત્કારીઓ સાથે સાથે હત્યારાઓને શુ સજા કોર્ટ કરેછે તે જાણવા ને જોવા હાલ તો સૈ કોઇ કાગડોળે રાહ જોઇને બેઠા છે.
પ્રિયંકા રેડીના આત્માને શાંતિ તો જરુર મળવાની જ છે કારણકે કોર્ટનો ચુકાદો ગમે તેવો તો નહી જ આવે કારણકે સૈને ભારતીય ન્યાય પ્રણાલીકા ઉપર પુરેપુરો વિશ્વાસ છે.