Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"વારંવાર બનતી રેપ જેવી ધૃણાસ્પદ ઘટના પર,આત્મચિંતન સાથે રજૂ કરું છું ગઝલ"

આપણા સંસ્કાર પર શંકા પડે એવું થયું છે,
વાણીને વે'વાર પર શંકા પડે એવું થયું છે.

અગ્નિમાં પાપી બળે એ સાંભળ્યું છે, જાનકી નહિ,
આગને અંગાર પર શંકા પડે એવું થયું છે.

રેલી, બેનર, મીણબત્તી ક્યાં સુધી લઈ ને ફરીશું,
ખોખલા સહકાર પર શંકા પડે એવું થયું છે.

હેડલાઈન જેવી ઘટના પાછલા પાને છપાઈ,
આજના અખબાર પર શંકા પડે એવું થયું છે.

'નારી તું નારાયણી' એ બોલવામાં સારું છે પણ,
આપણા આચાર પર શંકા પડે એવું થયું છે.

કોણ કાઢે કાટલું ને કોણ લૂંટે લાજ "સાગર"
લાખમાં દશ -બાર પર શંકા પડે એવું થયું છે.
સગર રાકેશ, સાગર, વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111298654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now