દર તને ગુમાવાનો,પ્રાર્થના મારી તારી સાથે રહેવાની
શક તારુ બીજાનુ થવુ, હક મારો તને પોતાનો બનાવી રાખવાનો
પીડા તારુ મારી નજરોથી દુર રહેવુ, આનંદ તને રુબરુ જોવાનો
દુ:ખ તારા વિના જીવવુ મારે, સુખ તારી સંગ મરવુ
નફરત તારી આત્મા વીનાનુ શરીર મારુ,પ્રેમ તારો શ્વાસ લેતુ હ્મદય મારુ
મૌન તારુ મારા માટે સળગતી ચીતા, વાતો તારી ચંદન લેપ
તુ હોય તો દુનિયા નહી તો ભીડમા પણ એકલી હુ તારા વીના