'મન કૃષ્ણ કૃષ્ણ હો !!! '
માર્ગ ભલે કંટક મય હો ,
જીવન સુવાસિત હો .
મળે નહીં ઘર બેઠા ગંગા,
હિમાલય જવું પડે.
પામવા સિધ્ધિ નું શિખર,
પ્રયત્નો અવિરત કરવા પડે.
પ્રયત્નો ભલે નિષ્ફળ હો,
જીવન સફળ હો.
દેવ શિરે ચઢતાં પહેલાં,
ફૂલો ને કંટકો થી વિઙધાવુ પડે.
મુગટ માં બિરાજમાન મોતી ને,
ઘાવ હથોડા ના સહેવા પડે.
ઘાવ ભલે સહના હો,
જીવન બને ગહના હો.
પામવા 'ગીતા'ગીતાકારને,
જીવન આયખું ઓછું પડે,
લક્ષ પ્રાપ્ત અર્થે "ગીતા",
ધૈર્ય ધારણ કરવું પડે.
તનભલે માનુષ હો,
મન કૃષ્ણ કૃષ્ણ હો,,,,,,,,