? નર્યું એકાંત ?
રોજબરોજની કેટલીયે
વાતો કરતી રહું છું
મારી જ એકલતાની સાથે...
હું અને મારું મન બંને નિરંતર
સાવ એકલા .....
મારી જ અંદર રહેલી
એકલતા એ હવે તો
ભરડો લીધો છે .
શબ્દો પણ વ્યાકુળ બન્યા છે
કોઈના યજમાન બનવાને ....
પરંતુ ......ઉવાચઃ
કોની સાથે ? ?
સ્વયંની સાથે જ રોજ
વાતો કરું છું ને.....
સ્વયંને જ સાંભળું છું ,
આંગળીઓના ટેરવાઓએ તો હવે અડ્ડો જમાવ્યો છે ....
કોણ ? કોની સાથે શુ બોલશે ? કોને ખબર ?
અલુપ્ત થઈ ગયેલી લાગણીથી ભરેલા શબ્દોની હૂંફ સાથેનો સંબંધ
છેતરામણી ભરેલા લાગણીવિહીન સંવાદોથી ભરપૂર સ્ટેટ્સ ...
એકલતાની વ્યથાએ સ્વીકારેલું એક સળગતું મૌન ...