મૌન ની એકલતા
ધોધમાર વરસાદ ના ભીંજવી શક્યો મને,
અને એના બે આંસુ ભીંજવી ગયા મને.
જમાનાના બધા દુઃખો ના ડગાવી શક્યા મને,
અને એનું મૌન એ હદે ડગાવી ગયું મને.
અત્તરના બાગ પણ ના મહેકાવી શક્ય મને,
અને એની એક મુલાકાત મહેકાવી ગઈ મને.
સહારા તો ઘણા મળતા રહ્યા દોસ્તો ના મને,
અને એની એક ગેરહાજરી એકલતા આપી ગઈ મને.
જખમ તો જમાનાના ઘણા મળતા રહ્યા છે મને,
અને બસ એનું આમ ચાલ્યું જાઉં સહેવાતું નથી મને.
નરેન્દ્ર જોષી.