હું નાનો કલાકાર દિલ મોટું રાખું છું,
સત્ય નિષ્ઠનો સંગાથ બસ રાખું છું,
હું કોઈને છેતરું નહીં એટલો વિશ્વાસ રાખું છું,
હાર જીત નહીં અટલ વિશ્વાસ બસ રાખું છું.
જિંદગીમાં તારું મારું નહીં એક તારો માંગુ છું,
સાચી મહોબતનો સર તાજ બસ રાખું છું.
નાની ચિનગારી બની ચમકું છું,,,!!!,
તેજ પુંજ આપવાના અરમાન બસ રાખું છું,
મારા શબ્દો બ્રહ્માશાસ્ત્ર બની જાય છે,
"અઝીઝ" કવિતામાં ચાલક બળ બસ રાખું છું.
ભાટી એન "અઝીઝ"
12/11/2019