નહીં કોઈ દવા આ દિલના દર્દની..
બસ આશા છે કે એક દુઆની..
ક્યારેક તો કરશે વાત તારા મનની..
હું તો રાહ જોતા થાકી આવવાની..
પણ તારા સિવાય હવે હું ક્યાં જવાની
તારા હદયમાં તો હું એક રાણી.
પણ કયાંય સુધી હું માનું તારી .
તું જ કે મને ક્યારે આવશે આ ઘડી.
જયારે હું બનું જીવનભરની સાથી..
ને રચાશે તારા સપનાની શજની..
જોશે નજારો દુનિયા સારી.
થઇ હું સાજનની દિવાની.
સાત જન્મોજન્મના સંગાથી.
દુઃખ સુખના એકજ સહિયારી