ચકલી નું બચ્ચું દીઠું
એક આશ્ચર્ય મેં, શહેર માં દીઠું,
ચીં ચીં કરતી એક ચકલી નું બચ્ચું દીઠું,,
હવા નાં એક ઝોકાં સાથે,
એને મારા ઘર માં આવતું દીઠું,,
આજે મેં એક, ચકલી નું બચ્ચું દીઠું,,
ચીં ચીં કરતું ઈશ્વર ના મંદિર પાસે બેઠું,
જાણે એ પોતાની,
ફરિયાદ કરવા બેઠું,
આજે મેં એક,ચકલી નું બચ્ચું દીઠું,,
@ કૌશિક દવે