વાતોવાતોમાં તમને દિલ આપી બેઠાં ,
મીઠા વ્હાલને અમે પ્રેમ માની બેઠાં .
પડે છે ખબર બધી અમે ભોળાં નથી ,
આ તો રમત રમતમાં હૈયું હારી બેઠાં .
વાત ખાલી મળવા , ન મળવાની નથી ,
આ તો વાયદો કરીને તમે ફરી બેઠા .
હશો નિષ્ઠુર તમે આટલ ખબર ન હતી ,
આ તો ન કરવાની ભૂલ અમે કરી બેઠાં .
હવે કરીએ પણ શું બીજું 'જશ' અમે ,
હતું જે પાસ , સઘળું તમને ધરી બેઠાં ,
જશુ પટેલ