નમસ્કાર મિત્રો, આપ સૌને રૂપેશ ગોકાણીના જય દ્વારીકાધીશ. લગભગ બે વર્ષ બાદ ફરી એક વખત એક નવુ પુસ્તક એક નવા વિષય સાથે લઇને આવી રહ્યો છું. પ્રણય કથા “કોફીહાઉસ” ને આપ સૌએ સહર્ષ વધાવી હતી, જેના ભાવ પ્રતિભાવ મને હજુ સુધી વોટ્સ એપ, ઇ-મેઇલ દ્વારા અને રૂબરૂમાં મળી રહ્યા છે.
હવે પ્રણયકથા ટોપીકને સ્થાને સસ્પેન્સ વિષય પર આધારિત નવલકથા “ચક્ર્વ્યૂહ” લઇને આવી રહ્યો છું. કોફીહાઉસ પૂર્ણ થયા બાદ આ નવલકથા લખવાની સરૂઆત કરી હતી. રૂટીન વર્ક અને ઓફીસના કામ વચ્ચે થોડોથોડો સમય ઝુંટ્વી આ નવલકથા પૂર્ણ કરતા આશરે એક વર્ષ લાગ્યુ. આજથી એક વર્ષ પહેલા આ નવલકથા પૂર્ણ કરી ત્યારે મારી અર્ધાંગીની ભાવીષાને ઇચ્છા હતી કે તમારી આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય અને લગભગ એક વર્ષ બાદ મિત્ર ક્મ શુભેચ્છક શ્રી કાર્તીકભાઇ શાહના માધ્યમથી ૧૭ નવેમ્બર ૨૦૧૯ માં મારી આ નવલકથા પુસ્ત સ્વરૂપે પ્રગટ થઇ રહી છે તો આ શુભ પ્રસંગે આપ સૌ હિતેચ્છુઓ મિત્રો સહપરિવાર અચૂક પધારો અને કાર્યક્રમની શોભા વધારો તેવી મારી અંતરેચ્છા છે. વિમોચનની તારીખ – ૧૭/૧૧/૨૦૧૯ વિમોચનનો સમય – સાંજે ૦૪:૦૦ થી ૦૫:૦૦
વિમોચનનું સ્થળ – Ahmedabad Interntional Literature Festival
KCG, Nr. Gujarat university , opp. PRL , Ahmedabad.