બસ, તમારા આ અભાવે પાયમાલી કરી છે
ને કદી મારા સ્વભાવે પાયમાલી કરી છે
લાગણીની માછલી તરવા કદી આવશે પણ,
સાવ સુકકા આ તળાવે પાયમાલી કરી છે
પ્રેમનની વ્યાખ્યા પછીથી શીખવાડી જજે તું
માત્ર તારા આ લગાવે પાયમાલી કરી છે
છે હલેસાં હાથમાં મારા તો પછી બીક શેની?
અધવચ્ચે આવ્યા ને નાવે પાયમાલી કરી છે
દ્વાર પર આવી અમે અટકી ગયા આખરે
"કલ્પ" ખાલી આ પડાવે પાયમાલી કરી છે
કલ્પેશ સોલંકી -KALP
કવિ કલ્પ