હમણાં કશું લખાતુ નથી એવું કેમ છે?
ખુદ ને મળી શકાતુ નથી એવું કેમ છે?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જોઈશ હું છતાં,
એ ફૂલ ને અડાતુ નથી એવુ કેમ છે?
રાખી શકુ છું સૂયૅમુખી જેવી દૂરતા,
ને તોય ત્યા ટંકાતુ નથીએવું કેમ છે?
બસ આંસુ આંખમાંથી વહેતા મુકી શકુ,ના પૂછ કે હસાતુ નથી એવું કેમ છે?