મન માં હતુ કે કોઇ મને વાહલ કરે...
મનનું મનમાં રહી ગયું એ સ્વપ્ન એમ વહી ગયું...
સ્વપ્ન સાકાર કરવાની તમન્ના મારી એમ કોરી રહી ગઈ...
મનથી અધુરી રહી અને મનની વાત મનમાં જ રહિ ગઇ..
મન મારી ને પણ માંડવે એ દિકરી આમ જ વહી ગઈ....
ધન્ય છે માતા જેની ચિંતા કરે છે એક દિકરી....
પિતા છે પૂજનીય જેની સેવા કરતી એક દિકરી...
એક દિકરી જ હોઇ જે પિતાની માટે લગ્ન પણ કરી લે...
સપના બાજુ કરી ને દિકરી બીજે વહી જાય...
મનની વાટ મનમાં રાખી ને દિકરી બીજે ચાલી ગઈ...
પિતાની લાડલી ને માતાની ધણી વાટ હવે સમજાઈ ગઈ...
પારકા ને પોતાના કરવામાં દિકરી ખુદને પણ ભૂલી ગઈ...
બદલાતા જમાના માં પણ એ દિકરી હજી ના બદલાઈ...
જે અનેક દિલમાં દીવા પ્રગટાવવામાં ખુદ ને ભૂલી ગઇ...
કદાચ એટલે જ હવે દિકરી દિલનો દિવો કેહવાય છે...
hina Patel...