રાધા સ્થગિત થઈ ગયેલો કાળ છે,
જ્યારે કાનો ખળખળ વહેતો વર્તમાન,
વિયોગ એ સમજો કે,
સ્થગિત થયેલી પળ છે!
જો એ વિષાદ આપે તો...
જો એ વિયોગ ,
ખાલી પિડા જ આપતો હોય
તો એ પળ ભૂતકાળ,
સ્થગિત થોડી ગણાય?
પિડા તો તમે આજે રોઈ રહ્યાં
ગઈ કાલની...
કાના ને ....
ન વિષાદ ન પિડા ન આનંદ ન દુઃખ
કૃષ્ણ તો ખળખળ વહેતો કાળ
ગોકુળ વૃંદાવન મથુરા દ્વારકા
કૃષ્ણ સતત વહેતો સહજ પુરૂષ
ધરાહાર સહજ વર્તમાન ...
મારામાં તમારામાં
કૃષ્ણ જગાવીએ
આ પળ
આ જ પળ જીવી જાણીએ
સતત અવિરત !!!
-દેવાંગ દવે ©
#આછંદાસ