નફરતની દિવાલ ચણીને, ક્યાં જવાના છે?
પ્રેમ પદારથ પાઠ ભણીને, ક્યાં જવાના છે?
સ્થૂળ માં દેખાતું હોય છે, મર્યાદા માં બધુંય,
સૂક્ષ્મ સફર ચાંદ ખેડી ને, ક્યાં જવાના છે?
સ્વામાન મુકી કોરાણે, ભ્રષ્ટાચાર કર્યા પછી,
જેલના સળિયા ગણીને, ક્યાં જવાના છે?
મેલી માન મર્યાદા, ધર્મના નામે કર્યા ધતિગ ને,
અંતરતમ ચૈતન્ય હણીને, ક્યાં જવાના છે?
આનંદ વિના જીવન ,સદૈવ અધુરૂં છે ભોગમાં,
દુનિયાદારી ની સફર ખેડીને, ક્યાં જવાના છે?
==={{}}==={{}}==={{}}==={{}}===