શપથ
પણ
પ્રતિજ્ઞા..
નવું વર્ષ
સંકલ્પ લઈએ..?
જયાં જન્મ્યા તે ભૂમિને વંદિયે?
સૌ પ્રથમ તો વફાદારી
પછી આવે સમજદારી
આજથી જયાં પણ જોઈશું ભારી
આ ગંદકી ને દૂર કરી
કરીશું ધરા સાફ સુથરી
માનીશું આ ભૂમિ ને આપણી
*માત *?
સદાઈ રહેશે સ્વચ્છ સ્વર્ગ ભરી..?
દેવો પણ માને છે...
“સ્વર્ગથી સુંદર ભારત ની ધરા”
ચાલો લઈએ આજ *સંકલ્પ*
પહેલા *માતૃભૂમિ* ને હૈયે કરીશું...
સ્વચ્છ સાફ સૂથરૂ *ભારત*?
જ્યા છે ઋુતુએ ઋુતુએ
કસ્તુરી ની સુગંધ
નવી નવી વિવિધતામાં
*એકતા*
કાશ્મીર થી કન્યાકુમારી
રહે છે અનેક ...
શહીદો ની માત
ત્યા છે બલિદાનની
સુવાસ...!
ચાલો નવા વરસના
સંકલ્પને વધાવીએ...?
સર્વ ભાઈ બહેન મિત્રો ને...
*નવા વર્ષ ના સાલમુબારક*
સાથે કરીશું પ્રણની શરૂવાત
*સ્વચ્છ ભારત ....!*
જયશ્રી પટેલ
૨૭/૧૦/૧૯