સારા છે,
રંગબેરંગી છે
દશ ના આઠ આપજો
સાહેબ કોડિયાં લઈ જાવ.
ભાઈ તમે લઈ જાવ,
બેન તમે લઈ જાવ,
અરે તમને કહું છું ,
સાહેબ કોડિયાં લઈ જાવ.
થોડી મીઠાઈ ,
થોડા ફટાકડા,
લાવીશું અને અમે પણ દિવાળી મનાવિશું.
સાહેબ કોઈ તો કોડિયાં લઈ જાવ .
થોડું તેલ અને,
નાની દિવેટથી
દીપ જલાવી અમે પણ
દિવાળી જેવું કરીશું.
સાહેબ કોઈ તો હવે કોડિયાં લઈ જાવ.
પ્રતાપ સોલંકી " સ્મિત"