લાગણી ના ઝાકળ માં ,ઝબકોળી લે,
ભાવભીનું હ્દય , જરા મચકોડી લે;
આ છે ફના થવાની ફિતરત, દિલની,
ઈબાદત છે ઝુકાવી દિલ જરા જોઈ લે;
હેમંત ના વાયરા છે, મદમસ્ત ઠંડી હવા,
લહેરાઈ મંદ સમીર સંગે,સ્મિત જોઈ લે;
દર્દ વેઠ્યું હશે ઘણું, જુના ઝખમો ઉપર,
તરોતાજા કોઈ મરહમી,અંદાજ જોઈ લે;
=========================