દર્દ માં આમ ,કણસતા, જ રહેવા દો,
દ્રવિભૂત ઊર્મિમાં , લાગણી રહેવા દો;
લોહી નીંગળતી હાલત છે, સ્વપ્નોની,
જાગૃતિના આલમમાં , જરા રહેવા દો;
હોંશ હોય છે ક્યાં, કેફિયતમાં જિંદગી,
બેહદ ખુબસુરત ખ્યાલ માં., રહેવા દો;
તુટીને વિખરાઈ જશે , માળો તૃષ્ણા નો,
આઝાદ પંખીની ઊડાન એમ, રહેવા દો;
આનંદ બે જુબાન છે,શબ્દો શું કરવું હવે,
મૌનમાં અહેસાસ, રૂહાનીયત રહેવા દો;