નજરમાં વસીને,આમ વહી ના જાવ,
ભાવ અશ્રુઓ બની,. વહી ના જાવ;
ઝાકળ બિંદુ ઝગમગી ઉઠ્યું, ફુલો પર,
અસ્તિત્વ મટાવ્યા , વિના રહી જાવ;
હોંશ માં છું ક્યાં ? ઘાયલ એ કટાર થી,
હ્દય સોંસરુ, છલકાઈ ને, સહી જાવ;
દર્દ મીઠું લાગે ઝખ્મોની, રમઝટ બોલાવ;
મરહમી અંદાજમાં પછી, કશું કહી જાવ;
પ્રેમ નગર દિલાકાશ માં,ઝિલમિલ આનંદ,
પરમ ચૈતન્ય સ્વરૂપે, તમે હદય મહીં જાવ;