હું એક નાનો સરખો જુગનૂ ઝીલમિલ,
તું ચાંદ આસમાને, પુર્ણ ઝીલમિલ
સિતારા ની મહેફીલ માણતા પલકમાં,
તારી મહેફિલ થી રોશન બધું ઝીલમિલ
મારી અદબ છે , મર્યાદા માં બાંધી જાત ને,
ઠેકાણું મારું સૂરજની સાખે ઝીલમિલ
ઓ, દિલ એ મસ્તી, નૂરાની ચાહત ખુદા,
આંખ માં તરસતી રહી દ્રષ્ટિ ઝીલમિલ
ફુલો ના સંગે ખેલતી , આ તિતલિયો ને,
પાંખ માં તારી કલાકારી ગજબ ઝીલમિલ