Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉમ્મીદ ના દીવા , સળગાવી ને ચાલે છે
રોશની થી જીવન ઝગમગ કરી ચાલે છે;

આદત પડી ગઈ છે ઉસુલ માં જીવવાની ,
ઈમાનદારી થી, ઈતમિનાન કરી ચાલે છે;

બેહદ માં છે, બાદશાહી આલમ જીંદગી,
હદમાં હોંશ થી , હોશિયારી કરી ચાલે છે

શમણાં જેવું જીવન, ખુલી આંખે સરકતું
વાસ્તવ માં ખુદને ,ખબરદાર કરી ચાલે છે

નફરતની નજરનું જીરવી ગયા ગરલ એટલે
પ્રેમ ની હુંફ પામી , અમૃત મય કરી ચાલે છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111274287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now