દર્દ પોતાનું છે ને અહેસાસ બીજા નો છે
નજરો ના હુનર નો ,હિસાબ બીજા નો છે;
રંગ રાગ નથી કશું, ક્યાં અટવાતા રહ્યા,
પોતાની જીંદગી માં, ખ્યાલ બીજાનો છે;
હોશિયારી કામ કશુ ના આવે, ત્યાગ માં
તત્પરતા દિલની ને , તમાસો બીજા નો છે;
બાખૂબી દિલદાર તમન્ના, દિલમાં તડપતી
ભસ્મ થતો ભાવના થી, હક બીજા નો છે;
હુંસાતુસી હકીકતમાં છે , દુનિયાદારી માં,
ભાવનાત્મક જીંદગી મારી,હક બીજા નો છે;